સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

જૂનાગઢના બીલખા -ચોબારી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ,તા. ૨: જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનિંદરસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધીક્ષક રવિ તેજા વાસમસેટ્ટી  તથા ના.પો.અધી. પી.જી.જાડેજા જુનાગઢ વિભાગે જીલ્લામા ગે.કા પ્રોહી-જુગાર જેવી ગે.કા પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર અંકુશ લાવવા સ્પેશ્યલ પ્રોહી અંગેની ડ્રાઈવનુ આયોજન કરવામાં આવેલ સુચના આપેલ.

અનુસંધાને બીલખા પો.સ્ટેના પોલીસ સબ ઇન્સ એસ.કે.માલમ તથા વુ.પો.હેડ.કોન્સ ભાવનાબેન ગૌસ્વામી તથા પો.કોન્સ સંજયભાઈ નાનુભાઈ વાણીયા તથા રાજુભાઇ ચદુભાઇ પરમાર તથા માનસિંહ ખુમાણભાઈ ભલગરીયા વિગેરેને પો.સબ.ઈન્સ એસ.કે.માલમને બાતમી મળેલ કે બિલખા હેરીટેઝ પાછળ આવેલ ગાંડુભાઈ ભરવાડ ના બંધ મકાનમાં બિલખા ના (૧) કલ્પેશ ઉર્ફે કલો વશરામભાઇ પરમાર (ગમારા)  રાવતપરા, વિસાવદર રોડ, બિલખા તથા (ર) હાર્દિક હકાભાઇ વકાતર બિલખા,વાળા ઇસમોએ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કબ્જામાં રાખેલાની હકીકત મળતા થી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ ની બોટલો કુલ નંગ-૧૦૫ જેની કિ.રૂ! ૪૨૦૦૦/- નો પ્રોહિ મુદામાલ અને મોબઈલ ફોન નંગ ૩ કિ.રૂ! રપ૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ! ૪૪૫૦૦/- નો ગે.કા. રીતે રાખી એક બીજાને મદદગારી કરી રેઇડ દરમ્યાન પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

ચોબારી ગામેથી વિદીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેકટર એસ.એન.સગારકાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ તાલુકા પો.સ્ટે.નો સ્ટાફ પેટ્રોલીંગમાં દરમ્યાન પો.હેડ કોન્સ ડી.કે.ગઢવીનાઓને મળેલ માહીતીના આધારે ચોબારી ગામમા રહેતા હાજર નહી મળી આવેલ આરોપી (૧) ફિરોજ ઉર્ફે મુન્નો જુસબ હાલા તથા (ર) મકસુદ કાસમભાઇ હાલા બન્ને એ ભાગીદારીમાં ભારતીય બનાવટનો ઇન્ગલીશ દારૂ મંગાવી આરોપી ફિરોજના કબ્જા ભોગવટાના મકાનના બાથરૂમમાથી કુલ્લે કિ.ર.૭૮/૫૨૦/- નો પ્રોહી મુદામાલ પકડી કયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે હાલ સદર ગુન્હાની તપાસ ચાલુ છે આ કામગીરી પોલીસ સબ ઇન્સપેકટર એસ.એન. સગારકા તથા પો.હેડકોન્સ.ડી.કે.ગડઃઅવી તથા પો.હેડ કોન્સ. કે.ડીરાઠોડ તથા પો.કોન્સ ભરતભાઇ દલપતભાઇ તથા લખમણભાઇ ભાયાભાઇ તથા જેતાભાઇ જીવાભાઇ તથા કરણભાઇ જગુભાઇ તથા અજયભાઇ વાલજીભાઇ તથા અશોકભાઇ મુળજીભાઇ તથા પરેશભાઇ કેશુરભાઇ એ કરેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ(૧) રોયલ ચેલેન્જ ગોલ્ડ વ્હીસ્કીની બોટલ નંગ-૫૦ કિ.રૂ.૨૬,૦૦૦/-, (૨) મેકડોવેલ્સ નં.૧ રીઝર્વ વ્હીસ્કી ની બોટલ નંગ-૫૧ કિ.રૂ.૨૦,૪૦૦, (૩)ટુબર્ગ પ્રીમીયમ બિયર ટીન નગ-૯૬ કિ.રૂ.૧૧૫ર૦, (૪)રોયલ કલાસીક વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ના પાઉચ નંગ-૨૦૬ કિ.રૂ.૨૦,૬૦૦ મળી કુલ કીગ્ર.૭૮,૫ર૦નો સમાવેશ થાય છે.

(૧)ફિરોજ ઉર્ફે મુન્નો જુસબ હાલા, (૨) મકસુદ કાસમભાઇ હાલા હાજર ન મળતા તેને પકડવા માટે પોલીસ સતર્ક બની છે.

(1:02 pm IST)