સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

ટંકારામાં મગફળી રજીસ્ટ્રેશન માટે લાઇનો વિદ્યાર્થી સંગઠને તાલી વગાડી ગાંધીગીરી કરી

ડીઝીટલ ગુજરાત માત્ર ''સ્લોગન'' બનીને રહી ગયું !!

મગફળી રજીસ્ટ્રેશનનો ફિયાસ્કો થતા ટંકારા મામલતદાર કચેરીએ વિદ્યાર્થી સંગઠને તાલી વગાડી ગાંધીગીરી કરેલ તે પ્રસંગની તસ્વીર

ટંકારા, તા. ૧૪ :  સૌરાષ્ટ્રમાં સરકાર દ્વારા મગફળી રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા ચાલુ કરેલ છે.

પરંતુ સૌરાષ્ટ્રમાં વીસીઓ હડતાલ પર ઉતરી જતા અને કયાંક કયાંક નોંધણી પ્રક્રિયા ચાલુ થઇ છે તે પણ કનેકટીવીટીને લઇને ધીમી ચાલે છે ત્યારે આવી પ્રક્રિયા હાસ્યાસ્પદ બની છે.

આજે ગાંધી જયંતિના દિવસે જ સરકારની નીતિ રીતીથી લોકો ખેડૂતો પરેશાન થતા હોય ટંકારા મામલતદાર કચેરીએ વિદ્યાર્થી એકતા સંગઠને ખરા તડકે એકઠા થઇ તાલી વગાડી ગાંધીગીરી કરી ખેડુતો કેટલા પરેશાન છે તેનો સંદેશ સરકાર સુધી પહોંચાડવા એકતા સંગઠનના હોદ્દેદારોએ પ્રયાસ કર્યો હતો.

વિદ્યાર્થી સંગઠનનો એ એવો પણ વેધક સવાલ સરકારને કર્યો હતો કે બધા પાસે નેટ કનેકશન છે એન્ડ્રોઇડ ફોન છે તો પછી ખેડૂતો ઘેર બેઠા જ રજીસ્ટ્રેશન કરી શકે તેવી સુવિધા કયારે અપાશે.

વિદ્યાર્થી નેતાઓએ જણાવેલ કે સરકાર ડીઝીપ્લાઇઝનની મોટી મોટી વાતો કરે છે પરંતુ હજુ તાલુકા મથકે જન્મના દાખલા -મરણના દાખલા આધારકાર્ડ માટે લાઇનોમાં ઉભા રહેવું પડે છે આવું કયાં સુધી ચાલશે તેમ જણાવી સરકારને ઢંઢોળવા વિદ્યાર્થીઓએ ટંકારા મામલતદાર કચેરીએ પાંચ મીનીટ સુધી તાળી વગાડી ગાંધીગીરી કરી હતી.

(3:50 pm IST)