સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

યાત્રાધામ દ્વારકામાં પૂનમે યાત્રિકોની ભારે ભીડ ઉમટી

જગતમંદિર દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીએ વિડિઓ ટ્વીટ કરીને ભાવિકોને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી

દ્વારકા : યાત્રધામ દ્વારકામાં અધિકમાસની પૂનમના યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી,જેમાં સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ જોવાયો હતો, જગત મંદિર દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીએ વિડિઓ ટ્વીટ કરીને ભાવિકોને સોશ્યલ ડીસ્ટન્સનું [પાલન કરવા અપીલ કરીહતી

 હાલમાં અધિકમાસમાં ગઈકાલે પૂર્ણિમાના દિવસે દ્વારકાધીશ મંદિરના છપ્પન સીડી તરફના સ્વર્ગ દ્વાર પાસે ભાવિકોની ભારે ભીડ જોવાઈ હતી હાલના કોરોના મહામારીના સમયમાં આવી ભીડભાડવાળી વિડિઓ વાયરલ થતા દ્વારકાધીશ જગતમંદિર દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ઘનરાજભાઈ નથવાણીએ વિડિઓ સાથેનું ટ્વીટ કરીને દ્વારકા આવતા તમામ ભાવિકોને અપીલ કરીને જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઈ રહી છે,પરિસ્થતિમાં સોશયલ ડિસ્ટન્સ ખુબ જ જરૂરી હોય યાત્રિકોએ પોતાની સલામતી માટે સોશ્યલ ડીસ્ટન્સનું કડકાઈથી પાલન કરી આ રીતે ભીડ ન કરવા જણાવ્યું હતું,

  આ ટ્વીટ વડે તેમણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ,જિલ્લા કલેકટર ડો,નરેન્દ્રકુમાર મીના,જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી સહીત સબંધિત વિભાગને જાણ કરી હતી

(11:28 pm IST)