સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st October 2022

કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્થિતિમાં ચોટીલા ખાતે શક્તિ પર્વ-૨૦૨૨ યોજાયો

પ્રથમ વાર જ યોજાયેલ શક્તિ પર્વ-૨૦૨૨ કાર્યક્રમને લોકોએ ખૂબજ ઉત્સાહ પૂર્વક માણ્યો

સુરેન્‍દ્રનગર:રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા મા દુર્ગાના આરાધના પર્વ પર ૩૦ સપ્ટેમ્બરના રોજ ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કીંગ પ્લોટ ખાતે નવરાત્રિ શક્તિ પર્વ-૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જાણીતા સુપ્રસિધ્ધ લોક ગાયિકા દેવાંગી પટેલ અને તેમની ટીમ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી પ્રથમ વાર જ યોજાયેલ આ શક્તિ પર્વ-૨૦૨૨ના કાર્યક્રમને લોકોએ ખૂબજ ઉત્સાહ પૂર્વક માણ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવી હતી

.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા, મહંત ચોટીલા ડુંગર ટ્રસ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહીલ સહિતના મહાનુભાવો તથા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:31 am IST)