સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd November 2021

પાટણવાવ પાસેથી દિપડો પકડાયો

 ધોરાજીઃ પાટણવાવ ગામ અને આજુબાજુની સીમ વિસ્તારમાં દિપડો દેખા દેતા અને ખેડુતો રાત્રે ખેતર સીમમાં જતા બીતા હતા આ અંગે રેન્જ ફોરેસ્ટર તૃપ્તીબેન જોષી અને સ્ટાફે તાત્કાલીક દિપડો પકડવા પાંજરૂ મુકેલ અને બીજા દિવસે પાટણવાવ ગામે દિપડાએ બે બકરાનું મારણ કરેલ બાદમાં દિપડો મોડી રાત્રે પાંજરામાં પકડાય જતા ખેડુતો અને મજુરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કામગીરીમાં આરએફઓ. તૃપ્તીબેન જોષી ફોરેસ્ટ નિલેશ મકવાણા, અનીલભાઇ સારીખડા અને વનાભાઇ સુણ સહિતના લોકોએ કામગીરી કરેલ હતી. ગ્રામજનોએ વન તંત્રની સેવાઓને બીરદાવી હતી. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(12:00 pm IST)