દામનગરમાં મહુવા - સુરત ટ્રેનને સ્ટોપ અપાવવા માંગ
( વિમલ ઠાકર દ્વારા )દામનગર તા. ૨ : શહેરમાંથી પસાર થતી મહુવા - સુરત ટ્રેનના માત્ર દર્શન કરતા શહેરીજનોને મહુવા - સુરત ટ્રેનનો સ્ટોપ કયારે ? દામનગરથી લઈ દિલ્હી સુધી દબદબો ધરાવતી ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લામાંથી બે સાંસદો લોકસભા અને રાજ્યસભામાં બિરાજતા હોવા છતાં દામનગર શહેરમાંથી પસાર થતી મહુવા - સુરત ટ્રેનના સ્ટોપ માટે કોઈ ખર્ચ કે બજેટ ફળવ્યા વગર મળનારી મહુવા - સુરત ટ્રેનનો દામનગરને સ્ટોપ કેમ નહિ ? આવો રાજકીય દબદબો કયારેય નથી આવ્યો તેવો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે આ વિસ્તારના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની માંગ છતાં મહુવા - સુરત ટ્રેનને દામનગર શહેરને સ્ટોપ નથી. શુ દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ને આ ટ્રેન સ્ટોપ મળે ન મળે તે માટે કોઈ વિપક્ષનો વિરોધ છે ?
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે મહુવા - સુરત ટ્રેન નો સ્ટોપ મેળવવા વારંવાર શાસક વિપક્ષ બધા એકીસુરે માંગ કરે છે મુસાફરી સુવિધા માટે આ વિસ્તાર ને કેટલા વર્ષો ટળવળવુ પડશે તેવી ચર્ચા થઇ રહી છે.