સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd December 2022

મોરબીમાં ડમ્‍પરે બાઇકને ઉલાળતા દંપતિને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨ : મોરબી શહેરમાં કેનાલ રોડ નજીક બેકાબૂ ડમ્‍પરે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર પતિ-પત્‍ની ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયા હતાં.

મળતી વિગતો મુજબ ૫૦ વર્ષીય ફરિયાદી નરશીભાઈ વાલજીભાઈ બોપલીયાએ એ-ડિવીઝન પોલીસ મથકમાં કરેલ જણાવ્‍યુ હતું કે,ᅠતેઓ તેમના ધર્મપત્‍ની શારદાબેન સાથે તેમના બાઇક નં-જીજે૦૩-ઈ.એફ-૮૩૨ પર સવાર થઈને મોરબી રાજકોટ હાઈવે કેનાલ રોડ દલવાડી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતાં. એ સમયે આરોપી ડમ્‍પર નં જીજે-૩૬-વી-૮૦૮૯ના ચાલકે બાઇકને અડફેટે લઈ ટક્કર મારતા અકસ્‍માત સર્જાયો હતો. જેને પગલે નરશીભાઈને જમણા પગના એડી નિચે ગાદીના ભાગે તળીયામાં ઈજા પહોંચી હતી જયારે તેમના પત્‍નિ શારદાબેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્‍માત સર્જીને ડમ્‍પર ચાલક ફરાર થઈ ગયો હતો.ᅠઆ ફરિયાદીના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:36 am IST)