સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd December 2022

મોરબી-રાજકોટ હાઇવે પર એકીસાથે ચાર વાહનો એકબીજા પાછળ ટકરાયા.

સદનસીબે જાનહાની ટળી, પણ અકસ્માતને પગલે ટ્રાફિકજામ થયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૩: મોરબી રાજકોટ હાઇવે પર વિરપર નજીક આજે પ્રથમ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત અને ટ્રક અને એક કાર અથડયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પણ અકસ્માતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

મોરબી-રાજકોટ હાઇવે પર વિરપર નજીક આજે એક ટ્રક ચાલકે અચાનક વળાંક લેવા જતાં તેની પાછળ આવતા આઇસર સાથે ટ્રકની ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસરની સપૂર્ણ કેબિનનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર આવતા અન્ય વાહન ચાલકોને પણ અકસ્માત નડતા અન્ય બે વાહનો અન્ય એક ટ્રક, કાર પણ અથડાયા હતા. આમ એકીસાથે એકબીજા પાછળ ચાર વાહનો અથડાયા હતા. પણ સદભાગ્યે જાનહાની થઈ ન હતી. પણ ચાર વાહનોના વિચિત્ર અકસ્માતને પગલે મોરબી-રાજકોટ હાઇવે પર કતારબંધ વાહનોની લાઇન લાગી હતી અને ભારે ટ્રાફિક સર્જાયો હતો.

 

(11:12 pm IST)