સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

વડીયા ન્‍યાય મંદીરમાં જુદી જુદી ખાલી જગ્‍યા ભરવા બાવકુભાઇ ઉંઘાડની માંગણી

વડીયા, તા., ૩: પુર્વ ધારાસભ્‍ય અને પુર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંઘાડે ગુજરાત હાઇકોર્ટના રજીસ્‍ટ્રાર જનરલને પત્ર પાઠવીને વડીયા ન્‍યાય મંદીરમાં ખાલી જગ્‍યા ભરવા માંગ કરી છે.

બાવકુભાઇ ઉંઘાડે વધુમાં જણાવ્‍યું છે કે, અમરેલી જીલ્લાના વડીયા તાલુકા કોર્ટમાં પ્રિન્‍સીપાલ સીવીલ જજ તથા જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસ જૂનીયર ડીવીઝન, વડીયામાં છેલ્લા સાત મહીનાથી જગ્‍યા ખાલી હોય જેથી ભરણપોષણ, સીવીલ વિવાદ તેમજ ઘણા કેસોમાં સમાધાન જેવી બાબતોમાં ખુબ લાંબા સમયથી ન્‍યાયીક પ્રક્રિયા બંધ હોય તથા આ વિસ્‍તારમાં જામીન બાબતે પણ બગસરા, ધારી કે સાવરકુંડલા જયાં ચાર્જ હોય ત્‍યાં પ્રક્રિયા માટે પોલીસ તંત્ર, વકીલો તેમજ જામીન થનારા લોકોને સમય અને નાણાંકીય ખર્ચ થતો હોય તો તાત્‍કાલીક વડીયા કોર્ટમાં પ્રિન્‍સીપાલ સીવીલ જજ તથા જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસની નવી નિમણુંક આપવા આ વિસ્‍તારના અનેક લોકોએ મારા સમક્ષ રજૂઆત કરેલ હોય તો નિમણુંક આપવા બાવકુભાઇ ઉંઘાડે જણાવ્‍યું છે.જો આ જગ્‍યા ભરવામાં આવે તો ચોક્કસ આ વિસ્‍તારના લોકોનો અને પોલીસ તંત્રનો સમય અને ખર્ચ બચી શકે.

(11:34 am IST)