સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

જામજોધપુરના ધાર્મિક કાર્યક્રમમાં ચીલઝડપ કરનારા ૧પ ઝડપાયાઃ ૧૭.પપ લાખનો મુદ્દામાલ જપ્‍ત

જામનગર-જામજોધપુર તા.૩ : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના અશોકકુમાર જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુના આદેશથી જામજોધપુરના ધાર્મિક કાર્યક્રમમાં ચોરી કરનારા ૧પને ઝડપી લીધા છે.

પોલીસે સુનીલભાઇ સુરજપાલ હરલાલ બાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી ભરતપુર રાજસ્‍થાન, સનીભાઇ બચુભાઇ મુનશીભાઇ બાવરીયા રહે. મરોલીનગામ થાના હોડલ તા.જી. પલવલ રાજસ્‍થાન, સોનુભાઇ નરેશભાઇ બાવરીયા રહે. રૂઢ ઇકરંદગામ થાના-ચીકસાના તા.જી. ભરતપુર રાજસ્‍થાન, જીતેન્‍દ્રભાઇ બહાદુરભાઇ બાવરીયા રહે. પંડીત કોલોની, ધે ગોલી, અલવર રાજસ્‍થાન, સોનીયાબેન સનીભાઇ બાબુભાઇ બાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી, ભરતપુર રાજસ્‍થાન, મોનીબેન દિપકભાઇ બાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી, ભરતપુર રાજસ્‍થાન, સુરેશનીબેન સુનીલભાઇ બાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી, ભરતપુર રાજસ્‍થાન, મોનાબેન જસમંતભાઇ રબાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી, ભરતપુર રાજસ્‍થાન, સરફીબેન નરેશભાઇ રબાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી, ભરતપુર રાજસ્‍થાન, ભુરીબેન પપ્‍પુભાઇ બાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી, ભરતપુર રાજસ્‍થાન, ગુડીયાબેન રાકેશભાઇ બાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી, ભરતપુર રાજસ્‍થા, સમોતાબેન મહાવીરભાઇ બાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી, ભરતપુર રાજસ્‍થાન, બીમલેશબેન અનીલભાઇ રબાવરીયા રહે. રણજીતનગર, કચી, બસ્‍તી, ભરતપુર રાજસ્‍થાન, આશાબેન રાજેશભાઇ બાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી, ભરતપુર રાજસ્‍થાન, કોમલબેન બચુભાઇ રબાવરીયા રહે. રણજીતનગર, કચી બસ્‍તી, ભરતપુર રાજસ્‍થાનની ધરપકડ કરી છે

 પોલીસે સોનાના ચેઇન નંગ-૬ કિ. રૂા.૬,રપ૦૦૦, સોનાના મંગળસુત્ર, બુટીઓ, ચાંદીના સાકળા વિગેરે કિ. રૂ.૮૪,પ૦૦ રોકડ રૂપિયા ૧૮૦૦૦, મોબાઇલ ફોન નંગ-૧૧ કિ. રૂા. ર૮,૦૦૦ બે ફોરવ્‍હીલ કાર કિ. રૂા.૧૦,૦૦-૦૦૦ મળી કુલ રૂ. ૧૭,પપ,પ૦૦ જપ્ત કરેલ છે.

આ બહેનો જે જગ્‍યાએ કથાઓ, મેળાવડાઓ, મંદિર તેમજ ભીડભાડ વાળી જગ્‍યાએ ગીરદીમાં જઇ બે ત્રણ મહિલા ધકકા મુકી કરી એક મહિલાસ્ત્રીઓના ગળામાંથી ચેન કાપી લેવાની પ્રવૃતિ આચરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. જે.વી.ચૌધરીની સુચનાથી પો.સ.ઇ. એસ.પી.ગોહિલ, એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા,, હરદિપભાઇ ધાધલ, અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાાસરા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે તેમજ જામજોધપુર પો.સ્‍ટે.ઇન્‍ચાર્જ એમ.જી.વસાવા તથા પ્રગ્નારાજસિંહ જાડેજા, માનસંગભાઇ જાપડીયા, અશોકભાઇ ગાગીયા, દિલીપભાઇ જાડેજા, રૂષીરાજસિંહ વાળા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:43 pm IST)