News of Friday, 3rd March 2023
અમરેલી જિલ્લામાં દરિયાઈ તટીય વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ અને સમુદ્ર રક્ષક દળ (એસ.આર.ડી.)ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન
અમરેલી:જિલ્લાના પીપાવાવ મરીન અને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને સમુદ્ર રક્ષક દળ (એસ.આર.ડી.)ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ તટીય વિસ્તારમાં સાફસફાઈ હાથ ધરી સ્વચ્છ ભારત અભિયાનના હેતુને સાર્થક કરવામાં આવ્યો હતો.
(12:39 am IST)