સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd March 2023

ઝાયડસ વેલનેસ તથા વાડીલાલ ઇન્‍ડસ્‍ટ્રીઝના નમુના સબ સ્‍ટાન્‍ડર્ડ અને ફેઇલ થતા લાખોનો દંડ ફટકારાયો

એડી. કલેકટર કેતન ઠક્કર દ્વારા ચૂકાદા જાહેર : કુલ ૧૦ પેઢી - લોકોને ૧૭ લાખ સુધીના દંડ

રાજકોટ તા. ૩ : ફૂડ એન્‍ડ ડ્રગ ખાતાએ વિવિધ કંપનીઓમાંથી નમુના લીધા હતા. જેમાં ન્‍યુટ્રાલાઇટ - બદામ કાર્નીવલ આઇસ્‍ક્રીમ વિગેરેનો સમાવેશ થાય છે. આ નમુના - પેઢી - કંપની સામે એડી. કલેકટર શ્રી કેતન ઠક્કરની કોર્ટમાં કેસ ચાલી જતાં નમુના સબ સ્‍ટાન્‍ડર્ડ અને ફેઇલ થતા લાખોનો દંડ ફટકારાયો છે, જેમાં અમદાવાદની ઝાયડસ વેલનેસ લીમીટેડને ૫ લાખ તથા વાડીલાલ ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડને ૫ લાખનો દંડ ફટકારાયાનું પુરવઠા તંત્રની એક યાદીમાં ઉમેરાયું છે.

અન્‍ય જેમને દંડ ફટકારાયો તેમાં હીમાંશુકુમાર સત્‍યેન્‍દ્રસિંહને ૫૦ હજાર મરાસા હોસ્‍પિટાલિટી પ્રા.લી.ને ૧ લાખ, રમેશભાઇ વાઘેલા ૧ લાખ, ઉમાશંકર ગુપ્‍તા ૩ લાખ તથા ઘનશ્‍યામભાઇ ગાજીપરા ૧૦ હજાર, નીતાબેન નાદપરા ૨૫ હજાર, અર્પીતભાઇ પરીખને ૫૦ હજારનો દંડ ફટકારાયો હતો. કુલ ૧૦ પેઢી, લોકો, નોમીનીને ૧૭ લાખનો દંડ ફટકારી ભરી દેવા હુકમો કરાયા છે.

(12:05 pm IST)