સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd March 2023

મોરબીમાં જુની અદાવતમાં એડવોકેટ રજાકમીંયા બુખારી ઉપર મહિલાનો હુમલો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૩: મોરબીના મંગલભુવન ચોક પાસે મહિલાએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી થઇ છે.

 મોરબીના શનાળા રોડ પર અંજની એપાર્ટમેન્‍ટમાં રહેતા ૪૬ વર્ષીય એડવોકેટ રજાકમીયા અબ્‍બાસમીયા બુખારી એ મોરબી એ ડીવીઝન પોલીસમાં આરોપી મહિલા રેશમાબેન ગિરીશભાઈ વિડજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મંગલભુવન ચોક પાસે આવેલ બોમ્‍બે મોબાઇલની દુકાનમાં જ્‍યારે રજાકમીયા ઉભા હતા એ સમયે રેશમાબેન તેના પાડોશમાં રહેતા કાનાભાઈની રિક્ષામાં બેસીને આવી હતી અને જ્‍યાં રજાકમીયા ઊભા હતા ત્‍યાં આવીને રેશમાબેને તું મારી ગામમાં શું ખોટી વાતો કરે છેઁ તેમ કહી અપશબ્‍દો આપ્‍યા હતા. જેથી રજાકમીયાએ અપશબ્‍દો આપવાની ના પાડતા રેશમાબેન ઉશ્‍કેરાઈ ગયા હતા અને રજાકમીયા સાથે ઝપાઝપી કરી તેમની પીઠમાં પંજો માર્યો હતો અને ઝાપટો મારી હતી. આ દરમિયાન સ્‍થળ પર હાજર અન્‍ય લોકો આવ્‍યા હતા વચ્‍ચે પડ્‍યા હતા અને બંનેને છોડાવ્‍યા હતા એ વખતે રેશ્‍માબેનેકહ્યું હતું કે, ‘આજે તો તું બચી ગયો છે ફરીવાર મળીશ તો તને જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપી રીક્ષામાં બેસી જતા રહ્યા હતા. આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી

 વધુ તપાસ હાથ ધરી છે.

(1:00 pm IST)