સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd March 2023

કેસુડાની કળીએ બેસી લહેરાયો ફાગણીયો....

વઢવાણ : ફાગણ માસ આવતાની સાથે જ શહેરની માર્કેટમાં કેસુડાના ફૂલનું વેચાણ શરૂ કરવામાં આવે છે. આ કેસુડાના ફૂલ ખાસ કરી અને ફાગણ માસમાં જ આવતા હોય છે. જે નાના નાના બાળકોને આ કેસૂડાના ફૂલથી નવડાવવાથી ગુમડા ઓ નથી થતા અને શરીરમાં આ કેસૂડાના ફૂલથી નવડાવવાથી શરીરમાં પણ આ પાણીથી નાવાથી શરીરમાં ઠંડક પણ રહે છે અને અનેક પ્રકારે કેસુડાના ફૂલ નાના બાળકો માટે સેહદ માટે સારા કહેવાય તેવું વડીલો દ્વારા જણાવવામાં આવે છે. ત્‍યારે હાલમાં ફાગણ માસમાં માર્કેટોમાં નાના મધ્‍યમ વર્ગના પરિવારો આ ફુલ કેસુડા ઉપરથી ઉતારી અને વેચતા બજારમાં જોવા મળતા હોય છે. ત્‍યારે આ પુલ ની કિંમત પણ ૪૦ થી ૫૦ના કિલોના ભાવે વેચાતા હોય છે. ત્‍યારે મોટી ઉંમરની વળદ્ધાઓ પોતાના બાળકોનાં બાળકો માટે આવા ફુલ માર્કેટમાંથી પાંચ કિલો જેવા ખરીદ કરી અને સૂકવી નાખીએ અને બારેમાસ કેસૂડાના ફૂલથી ગરમ પાણીમાં નાખી ઉકાળી અને નવડાવતી હોય છે. ત્‍યારે લગભગ ફાગણ મહિનામાં હોળી-ધૂળેટીના પર્વ આવતા હોય ત્‍યારે જ આ ફૂલ જોવા મળતા હોય છે તેવું પણ જાણવા મળી રહ્યું છે.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(1:55 pm IST)