કેશોદમાં ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન સ્પર્ધા યોજાઇ
કેશોદ : બાયપાસ પાસે આવેલી ન્યુ એરા પ્રોફેસર એકેડેમીના પરિસરમાં ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં ૨૫૦ જેટલા ધોરણ પાંચ થી અગિયાર સુધીના વિદ્યાર્થીઓએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આમાંથી બીજા રાઉન્ડમાં ૩૦ વિદ્યાર્થીઓ રહ્યા હતા. અને ત્યારબાદ ફાઇનલ રાઉન્ડ રાખવામાં આવેલો હતો. જેમાં પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ફાઇનલમાં ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતા. જેમાં પ્રથમ પટોડીયા વળંદ જેમને રૂપિયા ૨૫૦૦ દ્વિતીય ક્રમ આવેલ કરમટા રિદ્ધિને રૂપિયા ૧,૫૦૦ તેમજ ત્રીજા ક્રમ પર આવેલ ચોથાણી ધૈર્યને ૧,૦૦૦ ના ઇનામ પ્રોફેસર એકેડેમીના સંચાલક ડોક્ટર પ્રો. પ્રવીણભાઈ ગજેરા દ્વારા આપવામાં આવેલા હતા. આ કાર્યક્રમનું સંચાલન ભાવિનભાઈ ભુતે કરેલ હતુ.