સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd July 2021

માળિયાના જુના દેરાળા ગામે જુગાર રમતા છ ઝડપાયા

બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓને રોકડ ૮૦૦૦ સાથે માળિયા પોલીસે ઝડપી પાડ્યા

મોરબી : માળિયા તાલુકાના જુના દેરાળા ગામના બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી માળિયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 આ અંગે મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના જુના દેરાળા ગામે બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં જુગાર રમતા હીરજીભાઈ થોભણભાઈ વડાવીયા, રજાતખા બાવનજીભાઈ ખોરામ, જયંતીભાઈ બાબુભાઈ થરેસા, ગુલાબખાન અબ્દુલખાન ખોરમ, રહીમભાઈ ઈસ્મતખા ખોરમ અને હુશેનખા જાફરખા ખોરમને રોકડ રકમ રૂ.૮૦૦૦ સાથે માળિયા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:46 pm IST)