News of Saturday, 3rd July 2021
આટકોટના ખારચીયા રોડ ઉપરના ખાડાના કારણે અકસ્માત : યુવક ગંભીર : વધુ અકસ્માત સર્જાય તે પહેલા 'ખાડો' બુરવા માંગણી
આટકોટ : ગોંડલ ખારચીયા રોડ પર ખારચીયાના ગૌરવભાઇ ત્રિવેદી ખારચીયા રાત્રે જતા હતા ત્યારે રોડ પર પડેલા ખાડામાં પોતાનું બાઇક પડી ગયું હતું તેમણ જસદણ અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ગોંડલ રોડ પર પડેલો ખાડો બુરવામાં નહિ આવે તો આ ખાડાનો કેટલાય વાહનો ચાલકો ભોગ બનશે. રોડ પર પડેલો ખાડો બુરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. (તસ્વીર - અહેવાલ : કરશન બામટા - આટકોટ)
(11:33 am IST)