સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

કોડીનાર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ

કોડીનાર : ટ્રાફિકને અડચણરૂપ થતા વાહન ચાલકો ઉપર સખ્ત કાર્યવાહી કરવા ચાર દિવસ સુધી કડક ટ્રાફિક ડ્રાઇવ કરવા પી.આઈ.એસ.એન.ચુડાસમાએ ટ્રાફિક વિભાગ ને સૂચના આપતા ટ્રાફિકના મનુભાઈ જાદવ,જશપાલ સિંહે સતત ચાર દિવસ સુધી ટ્રાફિક ઝુંબેશ હાથ ધરતા શહેર ના જુદા જુદા વિસ્તારમાં થી ૫૬ જેટલા વાહન ચાલકો પાસે થી કલમ ૮૦ મુજબ રૂ.૨૬૫૦૦/-નો દંડ વસુલ કર્યો હતો,જયારે ૨ ગાડી ડિટેન હતી,તેમજ ૨૦ શખ્સો એ માસ્ક ન પહેરતા રૂ.૨૦૦૦૦/- નો દંડ વસુલ કર્યો હતો.આ તકે આવનારા દિવસોમાં પણ કડક ટ્રાફિક ઝુંબેશ ચાલુ રાખી દંડનીય કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. 

(11:58 am IST)