સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટા યથાવતઃ ધોધમાર વરસાદની રાહ

પવનના સૂસવાટા સાથે ધુપ-છાંવનો માહોલ : ગરમીમાં રાહત-રાત્રે સવારે સામાન્ય ઠંડક

રાજકોટ તા.૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટા યથાવત છે અને લોકો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે.પવનના સુસવાટા સાથે ધુપ-છાંવનો માહોલ યથાવત છે. ગરમીમાં રાહત યથાવત છે.અને રાત્રીના તથા સવારે સામાન્ય ઠંડકનો અનુભવ થાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર આજનું હવામાન ૩૧.પ મહતમ રપ લઘુતમ ૮૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. જામનગર અને જામજોધપુરમાં હળવા ઝાપટા પડયા હતા.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા :  દેવભૂમિ દ્વારકામાં સતત મેઘાડંબર ભર્યા વરસાદી વાતાવરણ અને સતત દિવસોથી સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે ખંભાળીયા - ભાણવડમાં પાંચ - છ મી.મી. જેટલો વરસાદ પડયો હતો જયારે દ્વારકા કલ્યાણપુરમાં છાંટા પણ પડયા નહતાં.સતત એક સપ્તાહથી વરસાદી હવામાન વાતાવરણ વચ્ચે કયારેક માત્ર હળવા ઝાપટા જ આવે છે. 

(1:07 pm IST)