સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

સાયલાના મદારગઢનાં પથા કોળીની હાથ-પગ-માથુ કાપીને હત્યા કરનારા મહિલા સહિત ૪ના રિમાન્ડની તજવીજ

પ્રથમ તસ્વીરમાં ઝડપાયેલા ચારેય આરોપીઓ તથા પોલીસ ટીમ અને બીજી તસ્વીરમાં મૃતકનો ફાઇલ ફોટો.(તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩: સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાનાં થોરીયાળી ડેમમાંથી મદારગઢ ગામનાં પથાભાઇ ઉર્ફે પથો સાગરભાઇ કટોસણા (ચુવાળીયા કોળી- ઉ.વ.૩૦)ની હાથ-પગ-માથુ કાપીને હત્યા કરવામાં આવી હતી. સાત મહિના પહેલાની આ ઘટનામાં  સુરેન્દ્રનગર લોકલ ક્રાંઇમ બ્રાન્ચે મહિલા સહિત ૪ને ઝડપી લઇને તમામના રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ખુન કેસનો ભેદ ઉકેલવા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટનાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા રાહબરી હેઠળ સદર અનડીટેકટ ખુન તથા ગુમ ડીટેકટ કરી મરણ જનાર તથા આરોપીઓ શોધી કાઢવાની ચેલેન્જ પો.ઇન્સ ડી.એમ.ઢોલ એલ.સી.બી. સુ.નગરનાઓએ ઝડપી, પો.સબ.ઇન્સ વી.આર.જાડેજા તથા એલ.સી.બી. ટીમ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ.શ્રી એચ.એન.કુરેશી તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી ભેદ ઉકેલ્યો હતો.

તપાસના અંતે જાણવા મળ્યુ હતુ કે ગુમ થનાર લાશ પથાભાઇ ઉર્ફે પથો સાગરભાઇ કટોસણા જાતે.ચુ.કોળી ઉવ.ર૮ રહે.મદારગઢ તા.સાયલા વાળાની હોવાનુ તથા ગઇ તા.૨૬/૦૧/૨૦૨૦ ના સેજ વહેલી સવારના કોઇપણ સમયે આરોપી (૧) ઠાકરશી સાગરભાઇ કટોસણા તયા (ર) સાગરભાઇ સતાભાઇ કટોસણા ચુ.કોળી (૩) મધુબેન સાગરભાઇ કટોસણા યુ.કોળી રહે. ત્રણેય મદારગઢ તા.સાયલા વાળા તથા (૪) માવજી મનુભાઇ મારૂણીયા યુ.કોળી રહે.કસાળા તા.સાયલા વાળા એમ ચારેય ભેગા મળી મરણજનાર પથાભાઇ ઉર્ફે પથો સાગરભાઇ કટોસણાને મદારગઢ ગામે પોતાના ઘરે કોઇપણ તિક્ષ્ણ હથિયારથી શરીરે ગંભીર ઇજા કરી મોત નિપજાવી, તેમજ લાશની ઓળખ ન થાય તે માટે લાશના હાથ, પગ માથુ કાપી નાખી લાશનો નાશ કરવા સારૂ થોરીયાળી ડેમમાં ફેકી દીધેલ હોવાની ચોકકસ અને પાકી હકીકત મળેલ હોય, જેથી આ કામના ચારેય આરોપીઓને સાયલા પો.સ્ટે. વિસ્તારમાંથી રાઉન્ડઅપ કરી ચારેયને અલગ અલગ રાખી યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા પ્રથમ તો મજકુર ઇસમોએ પોતે આ બાબતે કાઇ જાણતા નથી એમ હકીકત જણાવી બચવા પ્રયત્ન કરેલ પરંતુ સધન પુછપરછના અંતે આરોપીઓએ કબુલાત આપેલ કે, આ કામે મરણજનાર દારૂ પી અવારનવાર પોતાના માતા-પિતા સાથે બોલાચાલી મારઝુડ કરતો હોય ગઇ તા.૨૫/૦૧/૨૦૨૦ના રાત્રીના સમયે પોતાના માતા-પિતા સાથે બોલાચાલી મારકુટ કરેલ હોય જે તા.ર૬/૧/ર૦ર૦ના વહેલી સવાર મદારગઢ મુકામે પોતાના ઘરે આવી બોલાચાલી મારઝુડ કરતા આરોપીઓએ લોખંડના પાઇપથી તથા લાકડાના ધોકાથી તેના માથામાં ઘા કરી માથામાં ગંભીર ઇજા કરી મોત નિપજાવી લાશની ઓળખ ન થાય તે માટેથી છરી તથા હેન્ડ ઝાઇન્ડર થી મરણજનારનુ માથુ, બંને હાથ પગ કાપી લઇ, લાશનો માથા સિવાયના તમામ ભાગો મીણીયાના કોથળામાં ભરી મો.સા.માં રાખી જસાપર ડેમમાં નાખી દઇ લાશનો નિકાલ કર્યો હતો.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ  પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, જુવાનસિહ મનુભા  અમરકુમાર કનુભા હિતેષભાઇ જેમીંગભાઇ ચમનલાલ જશરાજભાઇ, નીકુલર્સિંહ ભુપતસિંહ  પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા, ગોવિંદભાઇ આલાભાઇ, કુલદીપસિંહ હરપાલસિંહ, નિર્મળસિંહ મંગળસિંહ, કલ્પેશભાઇ જેરામભાઇ,  પેરોલ ફર્લો  સ્કોડના પો.સબ.ઇન્સ. એચ.એન.કરેશી, એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા, ભુપેન્દ્રસિંહ જીણાભાઇ તથા પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા એ.એચ.ટી.યુ સ્કોડના એ.એસ.આઇ. ઋતુરાજસિહ નારસંગભાઇ, નારણભાઇ દેવજીભાઇ, પો.કોન્સ. અશ્વિનભાઇ ઠારણભાઇ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહની ટીમ દ્વારા કામગીરી કરાઇ હતી.

(9:38 am IST)