સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

સાવરકુંડલાનો બાયપાસ રોડ શરૂ ન થતા પ્રજા હેરાન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૩: સાવરકુંડલા નો બાય પાસ રોડ બનાવાનું કામ છેલ્લા ૧૩ વર્ષ આસપાસથી ચાલી રહ્યું છે. હાલ છેલ્લા કેટલાક સમયથી બાયપાસ રોડનું કામ કયાં કારણોસરથી બંધ છે તે ખબર નથી પરંતુ આ લાંબા સમયથી બાયપાસ રોડનું કામ ઠપ્પ પડેલ હોવાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ગુજરાત રાજય અને કેન્દ્ર સરકારની બેદરકારી હોવાનું દેખાય રહ્યું છે આ બાયપાસ રોડનું અધૂરા કામના લીધે વાહન ચાલકો અને પ્રજાને ભારે તકલીફો પડી રહી છે તો આમ પ્રજાની સુખાકારી માટે બંધ પડેલ બાય પાસ રોડનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી અખબારી યાદી દ્વારા માગણી કરવા માં આવેલ છે તેમ અંતમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી ચંદ્રેશભાઈ રવાણીએ જણાવેલ હતું.

(11:31 am IST)