સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

રાજકોટનો વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો આરોપી મોરબીથી ઝડપાયો

મોરબી,તા.૩ : રાજકોટમાં કાચા આરોપી વચગાળાના જામીન મેળવી જાન્યુઆરી ૨૦૨૦માં ફરાર થયો હોય જે આરોપીને આજે રાજકોટ રેંજસ્કવોડ ટીમે મોરબી ખાતેથી દબોચી લીધો હતો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુન્હામાં સંડોવાયેલ કાચા આરોપી શાહરૂખ ઉર્ફે રાજા અલ્લારખા જુણેજા તા. ૨૧-૦૧ થી સાત દિવસના વચગાળાના જામીન રજા પર મુકત થયો હતો અને આરોપીએ તા. ૨૯-૦૧-૨૦ ના રોજ બપોરે જેલ ખાતે હાજર થવાનું હતું જોકે આરોપી શાહરૂખ ઉર્ફે રાજા અલ્લારખા ઉર્ફે બાબુ જુણેજા રહે રાજકોટ જામનગર રોડ વાળો હાજર થયો ના હતો જે ફરાર આરોપીને દબોચી લેવા રાજકોટ રેંજ રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડના બી આર ખટાણા અને એમ એ પરમાર સહિતની ટીમ વોચમાં હોય દરમિયાન આજે આરોપી મોરબીના નર્મદા હોલ ખાતે હોવાની માહિતી મળતા આરોપીને એ ડીવીઝન સર્વેલન્સ સ્ટાફ સાથે રાખીને દબોચી લેવામાં આવ્યો હતો અને એ ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે.

(11:32 am IST)