સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

જોડીયામાં ર૦૦૧ના ભુકંપ પછી અનેક મકાનો અવાવરૂ ખંઢેર અવસ્થામાં ઉભા છે!!

ખંઢેર મકાનમાં પીપળાના વૃક્ષો ઉગી નીકળ્યા : આવા મકાનોમાં ઉંદરો, જીવજંતુનો પગપેસારો : તંત્ર તાકીદે અવાવરૂ ભયજનક સ્થિતિમાં રહેલી મકાન માલીકો સામે કડક પગલા ભરે તેવી લોક લાગણી : એક મકાનો ઘટાદાર પીપળાની ડાળીઓના સહારે (ટેકે) ઉભા છે!!

જોડીયા, તા., ૩: ૨૦૦૧માં વિનાશક ભુકંપ બાદ રોજગાર ધંધા માટે શહેરોમાં સ્થળાંતર થયેલ જોડીયા અનેક લોકો પોતાના મકાનોમાં તાળાબંધી કરીને જતા રહયા છે. કયારે પણ પોતાના મકાનોની સુંધ લીધી નથી.

જોડીયાના દરેક શેરી વિસ્તારમાં ચાર-પાંચ મકાનો ખંઢેર અવસ્થામાં ઉભા છે. ખંઢેર અને જર્જરીત મકાનોમાં વિશાલકાય પીપડાના વૃક્ષોએ સ્થાન લઇ લીધું છે. પીપડાની શાખા જમીનની અંદર વિસ્તરી રહી છે અને મકાનોમાં તિરાળ પાડવામાં સક્ષમતા ધરાવે છે. બંધ પડેલ અને ખંઢેર અવસ્થામાં મકાનો, પાડોશીઓ માટે જોખમકારક ધરાવે છે. જરૂરત છે ગ્રામ પંચાયત દ્વારા આવા મકાન ધારકોને નોટીસ પાઢવાનો સમય આવી ગયો છે.

ખંઢેર અને જર્જરીત મકાનોમાં સર્પ અને ઉંદરના ઉછેર કેન્દ્ર બનતા જાય છે. ૬૦ ટકા મકાનોની હાલાત ખંઢેર અને જર્જરીત અવસ્થા ધરાવે છે. પીપડાના વૃક્ષોનું વાવેતર કરવુ પતુ નથી આપોઆપ ઉગી આવે છે. સરકારી હોય યા ગૈર સરકારી મકાનો સ્થાનીક તંત્ર ધ્યાન નહી આપે તો ભવિષ્યમાં જોડીયામાં પીપડાનું જંગલરાજ જોવા મળશે તો નવાઇ પામવા જેવુ નહિ લાગે.

(11:34 am IST)