સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

જસદણના જુના પીપળીયાના કેશવ શૈક્ષણિક સંકુલમાં વૃક્ષારોપણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ : કેશવ શૈક્ષણિક સંકુલ - જૂના પીપળીયા દ્વારા વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં કરંજ, ઉમરો, જામફળી, સીતાફળી, કરેણ, ગુલમોહોર વગેરે વૃક્ષઓના રોપા આજુબાજુ ગામડાઓ જેવા કે જુના પીપળીયા, જીવાપર, થોરખાણ, રાણપર, નડાળા, કોટડા, પાંચવડા, દડવા, નવાગામ, સાણથલી, ગરણી, પાનસડા, આટકોટ  વગેરે પધારેલ વાલીમિત્રોને વૃક્ષના રોપાનું વિતરણ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું, તેમજ જુના પીપળીયા ગામના અગ્રણી ગીરીશભાઈ કાનાણીને જીવાપર ગામના ઉપસરપંચ મનસુખભાઇ સાવલિયા તેમજ વાલીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન કેશવ શૈક્ષણિક સંકુલના ડાયરેકટર મહેશભાઈ લીંબાસીયા અને પ્રમુખ ભાવેશભાઈ છાયાણી તેમજ શિક્ષકગણના સહયોગથી વૃક્ષના રોપાનું ને વૃક્ષારોપણનું અને સરકારશ્રી નિયમ મુજબ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ કરીને વિતરણ કરવામાં આવ્યું હતું.

(11:35 am IST)