સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

સુત્રાપાડામાં ચીફ ઓફિસરે સફાઇ ઝુંબેશનું નિરીક્ષણ કર્યું

(રામસિંહ મોરી-સુત્રાપાડા): સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ભારે વરસાદના કારણે શહેરમાં ભરાયેલ પાણીના નિકાલ માટે રૂબરૂ સ્થળ પર જઇ વરસાદી પાણીના નિકાલ માટે સફાઇ કામગીરી કરાવેલ તેમજ સુત્રાપાડા શહેરની વરસાદી પાણીના નિકાલની કેનાલ જે ગ્રામ પંચાયત વખતથી બંધ હતી જે ફોરેસ્ટ ખાતાને વેરાવળથી તાત્કાલીક ધોરણે બોલાવી કેનાલ ખુલ્લી કરાવીને વરસાદી પાણીનો નિકાલ કરાવેલ. આ સરાહનીય કામગીરીને બિરદાવેલ છે. તસ્વીરમાં વરસાદી પાણીના નિકાલ તથા ગંદકી દૂર કરવાની કાર્યવાહી થતી નજરે પડે છે.

(11:40 am IST)