ભાણવડમાં ઘરફોડી કરનાર એજ વિસ્તારમાંથી ઝડપાયો
(કૌશલ સવજાણી દ્વારા) રાજકોટ રેન્જના ના.પો.મહા. સંદીપસીંહ તથા દેવભૂમિ દ્રારકા જિલ્લા પોલીસ વડા સુનીલ જોષી દ્વારા સુચના હોય અને નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરી જામ ખંભાળીયા વિભાગ નાઓના સીધા માર્ગદર્શન મુજબ પો.સ્ટે વિસ્તારમા બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા ભાણવડ પો.સ્ટેમા એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૮૫૦૦૧ર૦૦૮૦૩/ર૦ર૦ ઇ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦ મુજબનો ગુન્હો રામેશ્વર પ્લોટમાં બનેલ હોય ફરીયાદી સુલેમાન તારભાઇ હીંગોરાના રહેણાંક મકાન માંથી રોકડા રૂપીયા ૩૨૦૦૦/- ચોરી થયેલ ભાણવડ પો.સ્ટે ઇન્ચા પો.સબ.ઇન્સ પી.એ.જાડેજા ગુનો શોધી કાઢવા માટે માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પેટ્રોલીંગ દરમ્યાન ડી સ્ટાફના ખીમાભાઇ કરમુર તથા કિશોરભાઇ નંદાણીયાની બાતમી આધારે રામેશ્રર પ્લોટમા રહેતો અને અગાઉ ચોરીના તેમજ દેશીદારૂના ગુનામાં પકડાયેલ રીઢો ગુનેગાર મામદ ઉર્ફે ડાડલો હાસમ ઘુઘાએ આ ચોરી કરેલ હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી ને આ કામે ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા ૩ર૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાળી ઘટીત કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં પો.હેડકોન્સ આર.વી.ચાવડા, પરેશભાઇ સાંજવા તથા પો.કોન્સ. કિશોરસીહ ચંદુભા જાડેજા તથા ભરતભાઇ અરજણભાઇ સભાડ, વિપુલભાઇ ગગુભાઇ હેરમાનાઓએ સંયુકતમાં કરેલ છે.