સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

અકિલાના અહેવાલનો પડઘો:ધોરાજીમાં કોરોના પોઝીટીવ હોમ આઈશોલેશન કરાયેલા દર્દીઓની તંત્ર દ્વારા પાંચ ટીમો બનાવી આકસ્મીક ચેકીંગ ઝૂબેશ શરૂ

 ધોરાજી: ધોરાજીમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે જે અકિલા અખબારી અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છેધોરાજી માં કોરોના પોઝીટીવ હોમ આઈશોલેશન કરાયેલા દદી ઓ ની તંત્ર દાવરા પાંચ ટીમો બનાવી આકસ્મીક ચેકીંગ ઝૂબેશ હાથ ધરાઈ છે
ધોરાજી માં કોરોના પોઝીટીવ કેસો નૂ સંકમણ વધતાં તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ કેસો નૂ સંકમણ અટકાવવા માટે ક્વાયત આરંભી છે ધોરાજી ના નાયબ કલેક્ટર જી વી મીયાણી ,મામલતદાર કે ટી જોલાપરા એ ધોરાજી શહેર તાલુકા વિસ્તાર માં કોરોના પોઝીટીવ હોમ આઈશોલેશન કરાયેલા દદી ઓ ની દેખરેખ માટે આકસ્મીક ચેકીંગ ઝૂબેશ પાંચ ટીમો મારફતે કરાઈ છે
  આ અંગે ધોરાજી ના મામલતદાર કે.ટી જોલપરા એ જણાવ્યું હતું કે ધોરાજી માં કોરોના પોઝીટીવ કેસો નૂ સંકમણ વધતાં અટકાવવા માટે કામગીરી કરાઈ રહી છે ધોરાજી શહેર મા કોરોના પોઝીટીવ હોમ આઈશોલેશન કરાયેલા 100 જેટલા દદી ઓ સરકાર ની કોવીડ અગે ની ગાઇડલાઇન્સ નૂ પાલન કરે છે કે કેમ તે અંગે આકસ્મીક ચેકીંગ ઝૂબેશ હાથ ધરાઈ હતી આ ઝૂંબેશ માં  નાયબ મામલતદાર,રેવન્યૂ તલાટી,નગરપાલિકા ના કમચારી ની સંયુકત પાંચ ટીમો બનાવી હતી આ ટીમો એ ડોરટૂ ડોર કોરોના પોઝીટીવ હોમ આઈશોલેશન કરાયેલા દદી ઓ ના નિવાસ સ્થાન ની મૂલાકાત લઈ ને તપાસ કરાઈ હતી ધોરાજી માં હોમ આઈશોલેશન કરાયેલા દદી ઓ દ્વારા સરકાર ની કોવીડ અગે ની ગાઇડલાઇન્સ નૂ પાલન કરવા મા આવેલ છે તેવૂ જણાવ્યું હતું .

(6:51 pm IST)