ગોંડલ જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી વિરૂ પકડાયો
રાજકોટ રેન્જની ટીમે કેદીને જામખંભાળીયાથી દબોચ્યો
રાજકોટ,તા. ૩: ગોંડલ સબજેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ ફરાર કાચા કામના કેદીની રેન્જની ટીમે જામખંભાળીયાથી ઝડપી લીધો છે.
મળતી વિગત મુજબ રાજકોટ રેન્જના ડી.આઇ.જી સંદીપ સિંહ દ્વારા જીલ્લામાં પેરોલ ફર્લો વચગાળાના જામીન તથા જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા માટે સુચના આપતા સ્કવોર્ડના પી.એસ.આઇ જે.એસ. ડેલા તથા ડિ.ડી.પટેલ, કરશનભાઇ કલોતરા, રૂપકભાઇ બહોરા, ભગવાનભાઇ ખટાણા, મહાવીરસિંહ પરમાર, વીપુલભાઇ મોરી તથા સમીર મુલીયાણા સહિતે જીલ્લના ગોંડલ સીટી પોલીસ મથકના દારૂના ગુનામાં ગોંડલ સબ જેલ રહેલા કાચા કામના કેદી વીરૂભાઇ મનસુખભાઇ સોલંકી (રહે. બાલાશ્રમ પાસે, નદીના પટમાં ગોંડલ) ગઇ તા. ૨૮/૩ થી વચગાળાના જામીન પર છુટી મુદત પુરી થયેલ ગોંડલ સબ જેલ ખાતે હાજર થયેલ નહીં અને ફરાર થયેલ હોય કેદી ખંભાળીયા ગામે હોવાની હકીકત આધારે જામખંભાળીયા નજીકથી ઝડપી લીધો હતો.