News of Friday, 3rd December 2021
મહુવાની સ્કૂલમાં સરકારી ગાઇડલાઇનનો ઉલાળ્યો કરવાના પ્રશ્ને જવાબદારોને નોટિસ અપાયાની ચર્ચા
ભાવનગર જિલ્લાના મહુવા ખાતેની એક અંગ્રેજી મીડિયમની સ્કૂકલમાં કોવિડ અંગેની સરકારી ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરી એક બેન્ચ ઉપર ત્રણથી ચાર બાળકોને બેસાડવા અંગેનો વિડિઓ વાયરલ થયો છે આ અઘટનાના પગલે સ્કૂલના જવાબદારો સામે ખુલાસો માંગતી નોટિસ અપાયાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે ખુદ શિક્ષણમંત્રીના જિલ્લામાં છડેચોક આ ઘટના સર્જાતા ઈકાલની પત્રકાર પરિષદમાં જીતુભાઇ વાઘાણી પણ ચોકી ઉઠ્યા હતા અને આ ઘટનાની સત્યતા તપાસી કડક પગલાં લેવાના નિર્દેશો અપાયાનું જાણવા મળે છે
(9:52 pm IST)