૧૬ હજાર લીટર બાયોડિઝલ ભરેલ ટેન્કર કચ્છમાં કબ્જે
ભૂજ, તા. ૩ :. મીઠી રોહરગામની સીમમાં આવેલ સર્વે નં. ૫૧૭ એલ એન્ડ ટી ડામર પ્લાન્ટની બાજુમાં આવેલ વાડામાં એક ટેન્કરમાં ગેરકાયદેસર બાયોડીઝલ ભરેલ છે. જે આધારે હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા ટેન્કર નં. જીજે ૧૨ એટી ૬૦૩૬માં આશરે ૧૬,૦૦૦ (સોળ હજાર) લીટર જેટલુ બેઝ ઓઈલ ગેરકાયદેસર રીતે મળી આવતા દુદારામ રાયચંદરામ જાટ (ઉ.વ. ૪૨) રહે. બુઢજેતમાલ બેસરાણીકા તલા તા. ધોરીમના જી.બાડમેર (રાજસ્થાન)ને ઝડપી લીધેલ છે. રાજુભાઈ આહિર રહે. બીટવલાડીયા નાસી ગયેલ છે.
(૧) બેઝ ઓઈલ લીટર ૧૬,૦૦૦ કિં. રૂ. ૮,૮૦,૦૦૦ તથા (૨) ટેન્કર નં. જી.જે. ૧૨ એટી ૬૦૩૬ કિં. રૂ. ૧૦,૦૦,૦૦૦ કુલ કિં. ૧૮,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયેલ છે.
ઈ. નાયબ પોલીસ અધિક્ષક વી.આર. પટેલ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઈન્સ. એમ.એમ. જાડેજા તથા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.