સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd December 2022

જૂનાગઢ પોલીસે ગૂમ થયેલ થેલો શોધી કાઢયો

અમદાવાદથી લગ્ન પ્રસંગે આવેલ

જુનાગઢ,તા. ૩ : વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા અમદાવાદ શહેરથી જુનાગઢ ખાતે લગ્ન પ્રસંગ માટે આવેલ પરીવારનો કપડા સહીતના સામાનનો કુલ રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો ગુમ થયેલ થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ હતો.

અરજદાર શીલ્‍પાબેન પટેલ અમદાવાદ શહેરમાંથી જૂનાગઢ લગ્ન પ્રસંગ માટે પરીવાર સાથે આવેલ હોય, ગાંધીચોક ખાતે બસમાંથી ઉતર્યા બાદ ઓટો રીક્ષામાં બેઠેલ, ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથેનો એક થેલો કે જેમાં લગ્ન પ્રસંગમાં પહેરવાના નવા કીંમતી કપડા સહીતનો સામાન હતો જે થેલો ગૂમ થયો છે.

જૂનાગઢ હેડ ક્‍વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્‍ડ ્રૂ કંટ્રોલ સેન્‍ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્‍સ. હાર્દિકસિંહ સીસોદીયા, રાહુલગીરી મેઘનાથી, એન્‍જીનીયર મસઉદ અલીખાન પઠાણ બી ડીવીઝન પો.સ્‍ટે.ના વનરાજસીંહ ચુડાસમાં સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી શીલ્‍પાબેન અને તેમનો પરીવાર ગાંધીચોકથી જે ઓટો રીક્ષામાં બેઠેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા શીલ્‍પાબેન જે ઓટો રીક્ષામાં બેઠેલ તે ઓટો રીક્ષાના નં GJ 17 Y 2208 શોધી કાઢવામાં આવેલ.ં

નેત્રમ શાખાના પોલીસ સ્‍ટાફ દ્રારા ઓટો રીક્ષા ચાલકને શોધી ઉક્‍ત થેલો કે જેમાં શીલ્‍પાબેન પટેલ અને તેમના પરીવારનો રૂ. ૧૦,૦૦૦/- ની કીંમતના સામાનનો થેલો જૂનાગઢ પોલીસ દ્રારા શોધી આપેલ. નેત્રમ શાખાના પોલીસ સ્‍ટાફ દ્રારા પોતાના કીંમતી સામાનનો થેલો સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્‍કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અમદાવાદથી જૂનાગઢ આવેલ શીલ્‍પાબેન દ્વારા નેત્રમ શાખાના પોલીસ સ્‍ટાફનો આભાર પણ વ્‍યક્‍ત કર્યો હતો.

(12:59 pm IST)