News of Tuesday, 4th January 2022
કચ્છમાં પત્ની રિસામણે જતાં પતિએ સસરાના ઘરને સળગાવ્યું
ભુજ,તા.૪ : માંડવી તા.ના પુનડી ગામે માવિત્રે રિસામણે બેઠેલી પત્નીના પરિવાર ઉપર પતિએ આક્રોશ ઠાલવ્યો હતો.
રમેશ નારાણ મહેશ્વરી નામના યુવાને રાત્રે એક વાગ્યે રિસામણે બેઠેલી પત્ની જીવાબેનના માવિત્રે જઈ સાળા હરેશ વાલજી મહેશ્વરી અને પત્ની જીવાબેન સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર ઉપર જવલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દેતા બારી, દરવાજો અને ટીવી બળી ગયા હતા. પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે.
(10:32 am IST)