સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th January 2022

મોરબીના મહેન્દ્રનગર ગામમાં મરવા મજબુર કરવાના કેસમાં દંપતીની ધરપકડ.

રોપી દંપતીની ધરપકડ કરી બંન્નેને જેલહવાલે કરાયા.

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં દીકરીના લગ્ન બાબતે કૌટુંબિક દેવર અને દેરાણી સતત દબાણ કરી ત્રાસ આપતા હોય જેથી કંટાળી ગયેલી માતા અને પુત્રીએ જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો બંને માતાપુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન દીકરીનું મોત થયું હતું જેથી પોલીસે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીને ઝડપી લેવાયા છે
મોરબીના મહેન્દ્રનગર ગામે ઘાયડી વિસ્તારમાં રહેતા રેખાબેન ધીરૂભાઈ કવૈયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની દીકરી બંસી સાથે સાત વર્ષ પહેલા આરોપી પ્રવિણાબેન કવૈયાના ભાઈ સાથે લગ્ન કરવાનું કહેતા લગ્ન બાબતે ના પાડી હોય જેનું મનદુઃખ રાખીને આરોપીઓ અમુભાઈ રતિલાલ કવૈયા અને પ્રવિણાબેન અમુભાઈ કવૈયા રહે બંને મોટા ભેલા તા. માળિયા વાળાએ અવારનવાર ફોનમાં અને પ્રસંગોપાત મળે ત્યારે સાત વર્ષથી માનસિક ત્રાસ આપી મેણા ટોણા મારતા હોય જેથી કંટાળી જઈને ફરિયાદી રેખાબેન અને તેની દીકરી બન્સીબેને જાતે કેરોસીન છાંટી દીવાસળી ચાપી દેતા માતા અને પુત્રીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને પોલીસે બનાવની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી
દરમિયાન સારવારમાં રહેલ બંસીબેન નામની યુવતીનું મોત થયું છે જેથી પોલીસે બનાવમાં મરવા મજબુર કર્યાની કલમનો ઉમેરો કરી બનાવની વધુ તપાસ બી ડીવીઝન પીએસઆઈ એલ એન વાઢીયા અને રાઈટર સંજય નકુમની ટીમ ચલાવતી હોય આરોપી અમુભાઈ કવૈયા અને પ્રવિણાબેન કવૈયા એમ બંને આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી બાદમાં જેલહવાલે કરવામાં આવ્યા છે

(11:58 am IST)