News of Saturday, 4th February 2023
ગાંધીધામમાંથી એક પિસ્તોલ અને ૧૬ કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો
(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૪: ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગો ઝૂપડપટ્ટી વિસ્તારમાંથી એક દેશી પિસ્તોલ અને ૧૬ કારતૂસ સાથે ચંદન દિલીપ પાસવાન નામના બિહારી શખ્સને ઝડપી પાડયો છે. પોલીસે આ શખ્સની કરેલી પૂછપરછ મુજબ તે આ પિસ્તોલ ગુલામ નામના અન્ય ઈસમ માટે લઈ આવ્યો હતો પણ એને પસંદ પડી નહોતી. ઝડપાયેલ ચંદને બિહારથી અજય પાસવાન નામના શખ્સ પાસેથી આ પિસ્તોલ અને કારતૂસ ખરીદ્યા હતા. પોલીસે કુલ ૩૧ હજાર ૮૦૦ નો મુદ્દામાલ ઝડપી પિસ્તોલ આપનાર ઈસમ તેમ જ મંગાવનાર સ્થાનિક ગુલામ નામના શખ્સની સામે ગુનો નોંધી આગળની તપાસ લંબાવી છે.
(1:45 pm IST)