ગોંડલ પોલીસે કારમાં ૨૧૨ બોટલ દારૂ સાથે મનીષ સોરોયાને ઝડપી લીધો
એલસીબીના દારૂના દરોડા બાદ સ્થાનીક પોલીસ પણ દોડતી થઇ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૪: ગોંડલ શહેરની ગ્રીનપાર્ક સોસાયટીમાં ઇનોવા ગાડીમાંથી એલસીબીએ દારૂ ઝડપાયાની ઘટનાને ગણતરી ની કલાકો વીતી નથી ત્યાં જ શહેરની આશાપુરા ચોકડી પાસે સીટી પોલીસે બાતમીના આધારે કવાલિસ્ ગાડીમાં જતા શખ્સને રોકી તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ સીટી પીઆઈ એમ.આર.સંગાડા, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ગુજરાતી, મહિપાલસિંહ, વઘાભાઈ સહિતનાઓએ બાતમીના આધારે આશાપુરા ચોકડી પાસેᅠ મનીષ મગનભાઇ સોરોયા રહે.ગોંડલᅠ સફેદ કલર ની ટોયોટા કવાલીસ રજી નંબર જી.જે.૧૪-ઇ ૧૦૮૮ નીકળતા તેને કરોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૨૧૨ કિંમત રૂ. ૧૦૬૦૦૦ મળી આવતા ઉપરોક્ત શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવમાં કવાલિસ ગાડી સહિત કુલ રૂ. ૨૧૦૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.