સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th February 2023

ઠંડીમાં ઘટાડો પણ ઠાર શમતો જ નથી

ગિરનાર ૬.૮, નલીયા ૭ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા લોકોને ઠંડીમાંથી રાહત મળી છે. છેલ્લા ઘણા દિવસો બાદ ઠંડીમાં ઘટાડો થયો છે.

જો કે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર અનુભવાય છે. પરંતુ કડકડતા ઠંડી જેવો અનુભવ થતો નથી.

ગઇકાલ શુક્રવારથી લોકોને ઠંડીમાં રાહત મળી છે. અને આખો દિવસ હુંફાળા વાતાવરણનો અહેસાસ થાય છે. ગીરનાર પર્વત ઉપર ૬.૮ ડીગ્રી, નલીયામાં ૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ  :. સોરઠનાં આજે પણ ઠંડી યથાવત રહેતા ગીરનાર પર ૬.૮ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

આમ છેલ્લા ત્રણ દિવસથી ગીરનાર પર્વત પર શીતલહેર જારી રહેતા પ્રવાસી સહિતનાં લોકોને ઠંડીથી છૂટકારો મળ્‍યો  ન હતો.જુનાગઢમાં આજનું લઘુતમ તાપમાન ૧૧.૮ ડીગ્રી રહયુ હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.ર કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧ર.પ, મહત્તમ તાપમાન ર૯.૬, ભેજનું પ્રમાણ ૭૦ ટકા પવનની ગતી ર.પ કિ. મી. રહી હતી.

 

કયાં કેટલી ઠંડી

    શહેર     લઘુતમ તાપમાન

ગિરનાર     ૬.૮    ડીગ્રી

અમદાવાદ   ૧૦.૭   ડીગ્રી

બરોડા       ૧૩.૦   ડીગ્રી

ભાવનગર   ૧૫.૬   ડીગ્રી

ભુજ          ૧૪.૪   ડીગ્રી

ડીસા         ૧૨.૮   ડીગ્રી

દીવ         ૧૬.૪   ડીગ્રી

દ્વારકા        ૧૭.૦   ડીગ્રી

જામનગર    ૧૨.૫   ડીગ્રી

જુનાગઢ     ૧૧.૮   ડીગ્રી

કંડલા        ૭.૦     ડીગ્રી

નલીયા      ૧૯.૨   ડીગ્રી

ઓખા        ૧૨.૭   ડીગ્રી

પોરબંદર     ૧૩.૦   ડીગ્રી

રાજકોટ      ૧૭.૨   ડીગ્રી

સુરત        ૧૬.૬   ડીગ્રી

વેરાવળ      ૧૬.૯   ડીગ્રી

(12:05 pm IST)