સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th February 2023

વિશ્વની એકમાત્ર જૈન યુનિવર્સિટીને ભાવનગરના ડો. તેજસ દોશી સંબોધશે

ડો.દોશી તેમના વિવિધ પ્રોજેક્ટ ઈકો બ્રિક્સ, જોય ઓફ ગિવિંગ વગેરે વિશે આ સેમીનારમાં વિસ્તૃત માહિતી આપશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: વિશ્વની એકમાત્ર જૈન યુનિવર્સિટી કે જેમાં જૈનીઝમ  ઉપરના સિદ્ધાંતો પર અભ્યાસ કરવામાં આવે છે અને આ સિદ્ધાંતો દ્વારા તમારી જીવન શૈલીમાં કેવી રીતે ને શું શું ફેરફાર કરવામાં આવે છે તેની વિશે ઊંડો અભ્યાસ કરવામાં આવે છે

સમગ્ર વિશ્વમાં 45,000 થી વધુ સભ્યો આ યુનિવર્સિટીમાં છે
આવતીકાલે એટલે કે 5 મી ફેબ્રુઆરી રવિવારે સવારે 11:00 કલાકે ઝૂમ ઓનલાઇનના માધ્યમથી ભાવનગરના જાણીતા તબીબ  અને પર્યાવરણવિદ , તેમજ નો સિંગલ યુઝ પ્લાસ્ટિકના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી " પ્લાસ્ટિક દ્વારા થતી જીવ હિંસા નો સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરવાથી થતા નુકશાનો તેમજ ડો.દોશી તેમના વિવિધ પ્રોજેક્ટ ઈકો બ્રિક્સ,  જોય ઓફ ગિવિંગ વગેરે વિશે આ સેમીનારમાં વિસ્તૃત માહિતી આપશે.આ સેમિનારમાં સમગ્ર વિશ્વમાંથી ૪૫ હજારથી વધુ સભ્યો જોડાશે.
આ સેમિનારમાં કોઈપણ વ્યક્તિ વિનામૂલ્યે નીચે આપેલી લીંક દ્વારા જોડાઈ શકશે.

(7:12 pm IST)