સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

મોરબી બાર એસોસીએશન દ્વારામહત્વનો નિર્ણય: 15મી સુધી દરેક વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

મોરબી :હાલમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહેલ હોય મોરબીના વકીલઓ, મોરબી કોર્ટ સ્ટાફ વીગેરેમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય જેને કાબુમાં લેવા માટે મોરબી બાર એસોસીએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે
જેમાં હાલ કોરોનાની સ્થીતી કાબુ બહાર જતી રહેલ હોય જેથી ૦૩/૦૫૨૦૨૧ થી ૧૫/૦૫/૨૦૨૧ સુધી દરેક વકીલઓએ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે તેવુ ઠરાવવામાં આવે છે. બધા જ વકીલઓને વીનંતી કરવામાં આવી છે કે, પોતાના બીન જરૂરી પક્ષકારોને ન બોલાવવા તેમજ અરજન્ટ કામગીરી સીવાય બીજા કાર્યોથી અળગા રહી કોર્ટ કામકાજ પુર કરી કોર્ટ કેમ્પસ છોડી દેશે તેવી વીનંતી કરવામાં આવી છે હાલ મોરબીની સ્થીતી ખુબજ નાજુક હોય જેથી વકીલઓને ઠરાવનુ ચુસ્તપણે પાલન કરવા મોરબી બાર એસોસીએશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
નામ. કોર્ટોને પણ મોરબી બાર એસોસિએશન દ્વારા વીનંતી કરવામાં આવી છે કે, તા. ૦૩/૦૫/૨૦૧ થી ૧૫/૦૫/૨૦૨૧ સુધી વકીલઓની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનુની કાર્યવાહી જે તે સ્ટેજે રાખવા વીનંતી તેમજ વકીલઓ અને પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નીકાલ નહી કરવા કે કીમીનલ કેસોમાં પક્ષકારો સામે વોરંટ નહી કાઢવા અને દીવાની દાવાઓમાં યથાવત સ્થીતી જાળવી રાખવા મોરબી બાર એશોસીએશન તરફથી કોર્ટને વીનંતી કરવામાં આવી છે. માત્ર અરજન્ટ અને પુ.ટી.પી. કાર્યવાહી જ શરુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે

(10:39 pm IST)