સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

ટંકારાના હમીરપરના પાટીયા પાસે બાઇકને હડફેટે લેતા ૨ ના મોત

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા.૪: ટંકારા તાલુકાના મીતાણા - નેકનામ , રોડ ઉપર હમીરપર ના પાટીયા પાસે થયેલ અકસ્માત માં બે મોટર સાઈકલ પરથી પસાર થતા ડબલ સવારી બાઈકને અજાણ્યા વાહન સાથે ટક્કર થવા પામી હતી જે અકસ્માતમાં બાઈક સવાર બે વૃધ્ધને ગંભીર ઈજાઓ થતા દ્યટનાસ્થળે જ મોત થયા હતા.

બનાવની મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ-હમીરપર ગામ પાસેથી ડબલ સવારી બાઇક જી જે ૩ જે એચ ૧૭૬૦ પસાર થતું હતું ત્યારે અજાણ્યા વાહને બાઈકને ઠોકરે ચડાવતા બાઈક સવાર બંને વૃદ્ઘો ફંગોળાઈ ગયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ થતા દ્યટનાસ્થળે જ બંને વૃદ્ઘના મોત થયા હતા મૃતક ટીશાભાઈ ગોગાભાઇ ભરવાડ (ઉ.વ.૬૭) રહે રેલનગર મેઈન રોડ રાજકોટ અને વાલાભાઈ ભાનાભાઈ ભરવાડ (ઉ.વ.૬૨) રહે મીતાણા વાળાના મોત થયાની માહિતી મળી છે.

તો અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે તેમજ અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(10:56 am IST)