સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

પૂ. મોરારીબાપુ દ્વારા ભરૂચની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને સહાય

ભાવનગર : ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનામાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય કરવામાં આવી. સમગ્ર વિશ્વ હાલમાં કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. ગત દિવસમાં ભરૂચ ખાતની વેલફેર હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી. જેમાં ૧૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મૃતક લોકોનાં પરિવારજનને મોરારિબાપુએ શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે રૂપિયા ૫ હજારની તત્કાલ સહાય મોકલાવેલ છે. રામકથમાં શ્રોતાઓ તરફથી આ સહાય પહોચતી કરાઇ છે. કુલ૧૮ મૃતકો લેખે ૯૦ હજાર જેટલી આ સહાય મોકલી છે. પૂજય મોરારી બાપુ એ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમનાં પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. તેમ જયદેવ માંકડએ જણાવ્યું છે. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(10:58 am IST)