સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

કોવીડ પ્રોટોકલ મુજબ ૧૭ મૃતદેહના અંતિમ સંસ્કાર

મોરબી જીલ્લામાં કોરોનાના ૧૧૦ કેસ, ૧ દર્દીનું સરકારી ચોપડે મૃત્યુ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૪: જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. સરકારી ચોપડે ઓલ ટાઇમ હાઇ ૧૧૦ કેસો નોંધાયા છે. જ્યારે ૧ દર્દીનું મૃત્યુ થવાનું દર્શાવ્યું છે તો આજે કોવીડ પ્રોટોકોલ મુજબ ૧૭ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૬૬ કેસો જેમાં ૪૧ ગ્રામ્ય અને ૨૫ શહેરી વિસ્તારમાં હળવદ તાલુકાના ૧૩ કેસોમાં ૧૧ ગ્રામ્ય અને ૨ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકામાં ૧૪ કેસો ગ્રામ્ય પંથકમાં જ્યારે માળિયા તાલુકા ૯ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને જીલ્લામાં નવા ૧૧૦ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત સરકારી ચોપડે નોંધાયું છે.

નવા કેસો સાથે જીલ્લામાં એકટીવ કેસનો આંક ૮૪૨ થયો છે. ૧૭ મૃતદેહના કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

(1:00 pm IST)