સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

જામનગરમાં રિલાયન્સ દ્વારા ડેન્ટલ કોલેજ ખાતે 400 બેડની રિલાયન્સ કોવિડ કેર સેન્ટર બનાવવાની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે :ડેન્ટલ કેમ્પસમા છેલ્લા કેટલાક દિવસથી રાત દિવસ યુદ્ધના ધોરણે કોવિડ કેર સેન્ટર માટેની તૈયારીઓ

જામનગર : જામનગરમાં રિલાયન્સ દ્વારા ડેન્ટલ કોલેજ ખાતે 400 બેડની રિલાયન્સ કોવિડ કેર સેન્ટર બનાવવાની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ડેન્ટલ કેમ્પસમાં  છેલ્લા કેટલાક દિવસથી રાત દિવસ યુદ્ધના ધોરણે કોવિડ કેર સેન્ટર માટેની તૈયારીઓ કરાઈ રહી છે. ખાસ ડોકટર અને પેરામેડીકલ સ્ટાફનું સિલેક્શન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલ પાસે ઓક્સિજન ટેન્ક પણ ઉભી કરવામાં આવી રહી છે. કોવિડ હોસ્પિટલ માટેની મોટાભાગની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.(અહેવાલ મુકુંદ બદીયાણી,તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(1:02 pm IST)