સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th July 2022

ત્રંબાના વડાળીમાં ઘર પાસે ગાળો બોલવા મામલે બઘડાટીઃ ચારને ઇજા

ચંપાબેન અને તેના બે દિકરા અરવિંદ તથા રામજીને ઇજાઃ સામે પક્ષે ગોવિંદભાઇ ઘવાયા

રાજકોટ તા. ૪: ત્રંબાના વડાળી ગામે એક મહિલા અને તેના બે પુત્રો પર તેના જ કુટુંબીઓએ હુમલો કરી લાકડી પાઇપથી માર મારતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. સામા પક્ષે પણ એક વ્‍યક્‍તિને ઇજા થઇ હતી. વડાળી રહેતાં ચંપાબેન કેશાભાઇ મુછડીયા (ઉ.૫૦) તથા તેના પુત્રો અરવિંદ (ઉ.૩૫) અને રામજી (ઉ.૩૨)ને ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. પોલીસની પુછતાછમાં પોતાના પર લાલજી, ધીમભાઇ સહિતે હુમલો કર્યાનું કહેતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. સામા પક્ષે ગોવિંદભાઇ વાલજીભાઇ મુછડીયા (ઉ.૫૦) પણ પોતાને અરવિંદ, કાળુ સહિતે માર માર્યાની રાવ સાથે દાખલ થયા હતાં.  રામજીએ જણાવ્‍યું હતું કે હું કારખાનામાં કામ કરુ છું અને મારા મોટા ભાઇ ટ્રેકટરના ફેરા કરે છે. અમારા ઘર પાસે આવેલી પાનની દૂકાન પાસે લાલજી સહિતના બેસીને ગાળાગાળી કરતાં હોઇ ઘરના બહેન દિકરીઓ નીકળતાં હોઇ આ લોકોને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્‍કેરાઇ જઇ હુમલો કર્યો હતો.

 

(11:50 am IST)