સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th July 2022

ગોંડલમાં કડીયા કામની સાઇટ પર પહેલા માળેથી પટકાતાં મનોજનું મોત

કોળી યુવાન ટેકા પર સિંદરી બાંધતો હતો ત્‍યારે લપસી પડયોઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૪: ગોંડલમાં ભગવતપરામાં રહેતો મનોજ ભનુભાઇ મેર (કોળી) (ઉ.વ.૩૦) નામનો યુવાન ગઇકાલે મહાદેવવાડીમાં વિનુભાઇના ઘરનું કડીયા કામ ચાલતું હોઇ ત્‍યાં સાઇટ પર પહેલા માળે ટેકો બાંધવા સિંદરી બાંધી રહ્યો હતો ત્‍યારે લપસી પડતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. મનોજ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો અને કુંવારો હતો. તે જગદીશભાઇ સાથે કડીયા કામ કરવા ગયો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવ અંગે ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી.

 

(11:52 am IST)