News of Monday, 4th July 2022
ઓઝત શાપુર અને ઓઝત વંથલી ડેમમાંથી આજે પણ ઓવરફલો
૧૦ અને ૧૨ દરવાજા ખુલ્લા રખાયા
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૪ : જૂનાગઢ જિલ્લામાં ગત સપ્તાહમાં અંતથી શરૂ થયેલી મેઘસવારી આજે પણ ચાલુ રહેતા જળાશયોમાં નવા નીરની આવક યથાવત છે.
વંથલી નજીક આવેલ ઓઝત-શાપુર ઓઝત-વંથલી ડેમમાંથી આજે પણ ઓવરફલો જારી છે.
જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે ઓઝત-શાપુર ડેમના ૧૦ અને ઓઝત વંથલી ડેમના ૧૨ દરવાજા સવારે પણ ખુલ્લા રાખવામાં આવ્યા હતા.
(12:08 pm IST)