સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th July 2022

દ્વારકામાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

કુલ આંક રર જેમાં ૧૯ દ્વારકામાં

ખંભાળિયા તા.૪ : ગુજરાત રાજયમાં કોરોના પોઝીટીવની ચોથી લહેરમાં દ્વારકા જિલ્લામાં સતત ચોથીવખત દ્વારકા વિસ્‍તારમાં ગઇકાલે  વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતા. જયારે બાકીના ત્રણ તાલુકા ખંભાળિયા, કલ્‍યાણપુર અને ભાણવડમાં એક પણ કેસ નોંધાયો નથી.

દ્વારકામાં ગાયત્રીનગરમાં એક નવો કેસ નોંધાયો છે. જયારે ઓખામાં બે નવા કેસ નોંધાયા છે જેમાં એક હાઇસ્‍કુલ પાસે તથા એક નવી નગરીમાં નોંધાયો છે.

આરોગ્‍ય તંત્ર દ્વારા  રાબેતા મુજબ ચેકીંગ ટેસ્‍ટીંગ નિરીક્ષણ તથા સાત દિવસ દર્દી ઘેર નિરીક્ષણમાં રહે તેવી વ્‍યવસ્‍થા શરૂ કરી દીધી છે તથા પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલાઓનું ચેકિંગ પણ હાથ ધર્યુ છે.

(1:28 pm IST)