સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th July 2022

જુનાગઢમાં ''એક કા ચાર'' રૃપિયાના નફાવાળી સ્કીમની લાલચ આપી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી કરોડો રૃપિયાનું ફુલેકુ ફેરવનાર મુખ્ય ભેજાબાજ ઝડપાયો

જુનાગઢ તા. ૪ : સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.ના ૧૧ર૦૩૦૦૩ રર૦૩ ૬૦/ર૦રર ઇેપી.કો. કલમ ૪૦૯, ૪ર૦, ૧૧૪ મુજબ જુનાગઢ ખાત એક ટોળકી દ્વારા નિવૃત આર્મીમેનને ''એક કા ચાર'' રૃપિયાના નફાવાળી સ્કીમની લાલચ આપી ક્રિપ્ટો કરન્સીમાં રૃ.૩,૬૦,૦૦૦ નુ રોકાણ કરાવી અને તે બદલામાં કંપની દર અઠવાડીયે રૃ.ર૪,૦૦૦ નુ વળતર આપી કુલ બાવન અઠવાડીયામાં રૃા. ૧ર,૪૮,૦૦૦ ચુકવશે તેવી લાલચ આપી ફરીયાદી તથા અન્ય સાહેદો પાસેથી લાખો રૃપિયાનું રોકાણ કરાવી ફરીયાદી તથા સાહેદોને શરૃઆતમાં દર અઠવાડીયે રૃ. ર૪,૦૦૦ ચુકવી બાદમાં અચાનક ઓફીસ બંધ કરી નાસી ગયેલ હતા. અને તે ટોળકીએ આવી રીતે જુનાગઢ ખાતે ઘણા લોકોને પોતાનો શીકાર બનાવી કરોડો રૃપિયાનું ફુલેકું ફેરવેલ છે.

જે અન્વયે એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.ગોહિલનાઓને ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળેલ કે આ ગૂન્હાનો મુખ્ય ભેજાબાજ સુરત નાશી ગયેલ છે જે આધારે તુરંત એસ.ઓ.જીની ટીમને સુરત ખાતે રવાના કરેલ. આરોપીને પકડી પાડવા ગુન્હામાં સંડોવાયેલ આરોપીની તમામ પ્રકારની માહીતી એકત્રીત કરી જુનાગઢ એસ.ઓ.જી.સુરત શહેર એસ.ઓ.જી.ની મદદ માંગેલ જેથી સુરત શહેર એસ.ઓ.જી.પોલીસ ઇન્સ શ્રી આર.એસ.સુવેરા તથા પો.સબ ઇન્સ. શ્રી વી.સી.જાડેજાનાઓએ આ આરોપી સુરત ખાતે રહી અન્ય કોઇ આર્થિક કૌભાંડ આચરે તે પહેલા જ તેન ેતાત્કાલીક ઝડપી પાડવા જુનાગઢ તથા સુરત એસ.ઓ.જીના માણસોની અલગ-અલગ ટીમો પાડી હ્યુમન સોસીંસ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે કિશન અશોકભાઇ બોરખતરીયા (ઉ.ર૬ રહે.ફલેટ નં.૩૧૧, વિનાયક એપાર્ટમેન્ટ, દિપાંજલી સોસાયટી-૦૧ મંગલધામ, જુનાગઢને ઝડપી લીધો હતો.

આ કામગીરીમાં સુરત શહેર એસ. ઓ.  જી.ના પોલીસ ઇન્સ આર.એસ.સુવેરા તથા જુનાગઢ એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એ.  એમ.ગોહિલ તથા સુરત શહેર એસ. ઓ.જી.ના પો.સબ.ઇન્સ વી.સી.જાડેજા તથા જુનાગઢ એસ. ઓ. જી.ના એ.એસ.આઇ. પી.એમ. ભારાઇ, પો.કોન્સ. રવિરાજસિંહ વાળા તથા રોહિતસિંહ બારડ તથા વિશાલભાઇ ડાંગર તથા સુરત શહેર એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. અનીલભાઇ વિનજીભાઇ તથા બાબુભાઇ સુરજીભાઇ, ,પો.હેઙ કોન્સ હર્ષદભાઇ નવઘણભાઇ તથા દામજીભાઇ ધનજીભાઇ તથા અશોકભાઇ લાભુભાઇ તથા જગદીશભાઇ શાંતીભાઇ તથા અજયસિંહ રામદેવસિંહ તથા મહેન્દ્રસિંહ દિલીપસિંહ વીગેરે સ્ટાફ જોડાયેલ હતો.

(3:24 pm IST)