સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

મોરબી જિલ્લામાં એક લાખથી વધુ લાભાર્થીઓને એકજ દિવસે વિનામુલ્યે અનાજ વિતરણ

માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે મંચ ઉપરથી અંદાજીત ૧૦૦ લોકોને અનાજ અપાયું

મોરબી :  રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રજાકીય કર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંચ ઉપરથી અંદાજીત ૧૦૦ જેટલા લોકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 મોરબીના માર્કટિંગ યાર્ડ ખાતે આજે રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાંગરૂપે જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓનલાઈન રીતે જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી જયરાજસિંહ પરમાર, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા કલેકટર જે.બી.પટેલ, એસપી એસ.આર.ઓડેદરા, પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મંચ ઉપરથી અંદાજીત ૧૦૦ જેટલા લોકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે મોરબી જિલ્લામાં અંદાજે એક લાખ થી પણ વધારે લોકોને અનાજ વિતરણ કરાયું હતુ.

(11:18 pm IST)