સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

રૂપીયાની લેતીદેતી બાબતે કારમાં તોડફોડ કરી ટ્રાન્સપોર્ટરને ધમકી

મોરબી-કંડલા બાયપાસ નજીક મારામારીની ઘટનામાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

મોરબી-કંડલા બાયપાસ નજીક રૂપીયાની લેતીદેતી બાબતે કારમા તોડફોડ કરી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ત્રાજપર એસ્સાર પંપ પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા પ્રકાશભાઇ ખેંગારભાઇ ગોલતર (ઉ.વ.૨૮) એ આરોપીઓ ભરતભાઇ આંબાલીયા (રહે.હાલ મોરબી મુળરહે.ખજુરીયા તા.જામ ખંભાળીયા) અને નવઘણ મોહનભાઇ બાંભવા (રહે.મોરબી આંનદનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા-૨ ના રોજ મોરબી કંડલા બાયપાસ, તુલશી પાર્ક, જી.ઇ.બી. પાસે ફરીયાદીએ સાહેદ મેઘરાજભાઇ શરશીયા તથા આરોપીને કોઇ રૂપીયાની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલ હોય, તેનુ સમાધાન ફરીયાદીએ કરાવેલ હોય, જેનુ મનદુખ રાખી ફરીયાદીને આરોપીએ ગાળો આપી ફરીયાદીની સ્વીફટ કારમા તોડફોડ કરી નુકસાન જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરો છે

 

(11:28 pm IST)