લોધીકા તાલુકા મામલતદાર કચેરીમાં સેવા સેતુ
ખીરસરા : અંતર્ગત લોધીકા તાલુકા મામલતદાર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડની અધ્યક્ષતામા લોધીકા તાલુકા મામલતદાર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમા તાલુકા ની જનતાને સરકારની પ્રજાલક્ષી તમામ સુવિધાઓ યોજનાઓ વિશે માહિતી આપી આધાર કાર્ડ, અમૃતમકાડ, આયુષ્યમાન ભારત, મુખ્યમંત્રી અમૃતમ યોજના, વિધવા સહાય યોજના, NSAF સસ્તા અનાજની યોજનાઓ આવકના દાખલા જાતિના પ્રમાણ પત્ર દિવ્યાંગના પ્રમાણ પત્ર કસ્તુરબા પોષણ સહાય યોજના હેલ્થ વેરનેશ કાર્ડ વિગેરે સરકારની યોજનાની માહિતી આપવામા આવેલ અને તમામ શાખાઓના કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને જનતાને ફોર્મ ભરવાથી માંડી તમામ પ્રકારની માહિતી પુરી પાડેલ આ શુભ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, જીલ્લા પંચાયત સદસ્ય દંડક મુકેશભાઇ તોગડિયા, રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, જીલ્લાના યુવા ભાજપ અગ્રણી જયેશભાઈ સાગઠીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, અધ્યક્ષ ઘનશ્યામભાઇ ભુવા તાલુકા પંચાયત સદસ્ય અને તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય વિપુલભાઈ મોરડ, ઉમેશભાઈ દેસાઈ, નિલેશભાઈ નિનામા, રાજકોટ જિલ્લા બેંકના ડિરેકટર વિરભદ્રસિહ જાડેજા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂદ્ઘસિહ ડાભી, લોધીકા મામલતદાર કે.કે.રાણાવશિયા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા ડેપ્યુટી મામલતદાર આર.એસ. લાવડીયા નાયબ મામલતદાર પી.ડી.સુવા તેમજ તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરી ના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ લોધીકા તાલુકા યુવા ભાજપ મહામંત્રી ડો. પ્રકાશ વિરડા, યુવા ભાજપના રમણીક ફાચરા, હિરેન વિરડા, યુવરાજ કુવાડીયા, નિર્મળ કુગશીયા, તમામ મોરચાના હોદેદારો તેમજ લોધીકા તાલુકા વિસ્તારનાલોકો ઉપસ્થિત રહેલ અને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. (તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)